Enter your keyword

Nature is the best teacher

अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थित:

अश्वत्थ: सर्व वृक्षाणाम्  स्थावराणां हिमालय :   ज्योतिषां  रविरंशुमान् धेनूनामस्मि कामधुक्   पवन​: पवतामस्मि  मृगाणां च मृगेन्द्रोडहम्  झषाणां मकरश्चास्मि : अध्याय -१० श्रीमद्भगवदगीता

પ્રસ્તાવના :

પૌરાણિક ભારતીય શિક્ષણ પ્રણાલીમાં પ્રકૃતિને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ કાળ ક્રમે આપણે કુદરત તરફથી અમૂલ્ય ભેટ સ્વરૂપે વસુંધરા મળી છે કે જેના પર જીવન શક્ય છે અને જેના પર એક ચોક્કસ સંતુલિત પર્યાવરણ મળેલું છે . પરંતુ , માનવ પોતે સર્વોપરી હોવાનું માની લઈને અન્ય જીવો કરતા વધુ કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરવા અને બધી જ કુદરતી સંપત્તિ પર પોતાનો એકલાનો જ હક્ક માની અવિવેકી બની શોષણ કરવાનું શરુ કરી પોતાની ભૌતિક જરૂરીયાતો સંતોષવા પર્યાવરણને જર્જરીત બનાવી દીધું છે. માનવ દ્વારા કરવામાં આવેલો હસ્તક્ષેપને લીધે ગ્લોબલ વોર્મિંગ, જલવાયુ પરિવર્તન , ઓઝોન સ્તરમાં ગાબડું, ગ્રીન ગેસીસ ઈફેક્ટ, વિવિધ પ્રદૂષણો , એસીડ રેઇન આ તમામ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે.

છેલ્લા એક દાયકામાં પર્યાવરણ અંગેના નવા પ્રશ્નો સર્જાયા છે જેવાં કે જલવાયુ પરિવર્તન એટલે કે વૈશ્વિક આબોહવામાં પરિવર્તન , ઋતુઓની અનિયમિતતા અને ફેરબદલાવ, કુદરતી સ્ત્રોતોનું ક્ષીણ થવું આ વૈશ્વિક પર્યાવરણીય પડકારો સામે લોકજાગૃતિ વધે અને આવનાર પેઢીને વધુ ને વધુ જાગૃત કરવા અને પ્રકૃતિનો આપણી સાથે શું સંબંધ છે તે સમજવાની એક નમ્ર કોશિશ અને સમજણ મેળવ્યા બાદ નક્કર પ્રવૃતિઓ આદરી પર્યાવરણ સુરક્ષામાં યોગદાન આપવાના શુભ ભાવ સાથે અમો શિવમ એડ્યું કેર હોમના માધ્યમથી “ પ્રકૃતિ અનુબંધ “ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓને સંવેદનશીલ ભાવિ નાગરિક બનવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડવા મથી રહ્યા છીએ અમને આશા છે કે ઘણા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાઈને પર્યાવરણને સમજવા , સહ અસ્તિત્વને સમજવા અને પ્રકૃતિ સંભ્રમણ માં જોડાવવા અચૂક પ્રેરાશે.

અમારી પ્રવૃતિઓ :

• सह अस्तित्व बोध शिबिर / प्रकृति शिक्षण शिबिर
• વૃક્ષ સંવર્ધન પ્રવૃત્તિ
• જૈવ વૈવિધ્યની વિસ્તૃત સમજ
• પર્યાવરણીય ઘટકો : ૧ . જૈવિક ઘટકો (પાણી, જમીન, હવા , વન અને વન્ય પ્રાણીઓ ૨.
• પર્યાવરણના તમામ ઘટકોનો પરસ્પર સંબંધ અને અભિન્નતા
• ઉર્જાના પ્રકારો
• ઉર્જા સ્ત્રોતો – ઉર્જાનું સ્વરૂપ- ઉપયોગ – ઉર્જા સંયંત્ર
• ઉર્જા બચતના ઉપાયો
• પર્યાવરણની અસમતુલા અને પ્રદૂષણ
• પ્રદૂષણ કરનાર દ્રવ્ય – સ્ત્રોત – માનવજીવન પર અસરો
• ક્લાઈમેન્ટ ચેન્જ
• ગ્રીન હાઉસ અસર
• જળ વાયુ પરિવર્તન
• પર્યાવરણલક્ષી દિવસોની ઉજવણી
૨ ફેબ્રુઆરી : વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિવસ , ૩ માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ ,૨૧ માર્ચ વિશ્વ વન દિવસ ,૨૨ માર્ચ વિશ્વ જળ દિવસ ,૭મી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ, ૨૨ એપ્રિલ વિશ્વ ધરતી દિવસ, ૩મે આંતરાષ્ટ્રીય ઉર્જા દિવસ, ૧૦ મેં વિશ્વ યાયાવર પક્ષી દિવસ, ૨૨ મે વિશ્વ જૈવિક વિધતા દિવસ , ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ,૧૬ સપ્ટેમ્બર આંતરાષ્ટ્રીય ઓઝોન દિવસ ,૨ થી ૯ ઓક્ટોમ્બર વન્યજીવ સપ્તાહ , ૧૪ ડીસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ

REGISTRATION FORM

Enter Birth Date

NOTE : શું આપ પ્રકૃતિ અનુબંધ અર્થાત પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં જોડાવા રસ ધરાવો છો ?
શું આપ પર્યાવરણ સુરક્ષાના કામમાં યોગદાન આપવા માંગો છો ? શું આપ વિવિધ પ્રવૃતિઓ દ્વારા પર્યાવરણ સુરક્ષા કરવા માંગો છો ? તો આપ ફોર્મ ભરી શકો છો જેથી કરીને આપને અમો અગાઉથી આ અંગે જાણ કરી શકીએ.

Please prove you are human by selecting the Star.

WhatsApp chat