Enter your keyword

Education Extension Service (EES)

Education at your door step Now ! with “ShivamEduCare Home” હવે આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૧- ૨૨થી અમારા ક્ષિતિજ ગ્રીન્સ, ઘાયજ સેન્ટરથી ૮ થી ૧૦ કિ.મીના અંતરે આવેલ ગામના બાળકો માટે શિક્ષણની ગુણવત્તા જળવાય અને તેઓ પણ પોતાના અભ્યાસના મુખ્ય વિષયોના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મેળવી કારકિર્દીના પથ પર અગ્રેસર બની શકે તે હેતુથી ગણિત , વિજ્ઞાન – ટેકનોલજી અને અંગ્રેજી વિષયના શિક્ષકશ્રી હવે શિક્ષણ વિસ્તરણ સેવાના ભાગરૂપે આપના બાળકો પાસે અઠવાડિયાના પ્રતિ રવિવારે ૨:૩૦ કલાક માટે સ્થળ પર આવી અભ્યાસ કરાવી તેઓના વિષયથી અવગત કરાવશે . આ માટે ઓછામાં ઓછાં આઠ થી દસ બાળકો ( ધો – ૭ ,૮ ગુ. માધ્યમ) હોવાં જરૂરી છે.

દર રવિવારે પ્રત્યક્ષ શિક્ષણ અને અઠવાડિયામાં એક દિવસ ૪૫ થી ૬૦ મિનિટ ત્રણેય વિષયનું ક્રમશ: ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. આ માટે શિક્ષણ ફી તેમજ સમાવિષ્ટ ગામોની યાદી જાણવા અમારા આપેલ સંપર્ક નંબર પર સંપર્ક કરી માહિતગાર થશો. અમારી વેબસાઇટની મુલાકાત લઈ આપ અમારા વિવિધ કાર્યક્રમો તેમજ સેવાઓથી પરિચિત થઈ શકશો.

વિસ્તરણ વર્ગમાં વહેલા તે પહેલાના ધોરણે જે તે સમાવિષ્ટ ગામને અગ્રીમતા આપવામાં આવશે . આ માટે આખરી નિર્ણય શિવમ એડયુ કેર હોમની મેનેજમેન્ટ ટીમનો રહેશે.

અગત્યની વાતો :

  • આ વર્ગમાં એમ એલ.એલ (Minimum level of Learning ) વાળા બાળકોને જ પ્રવેશ મળવાપાત્ર રહેશે.
  • આઠ થી દસ બાળકો એક જ વર્ગના અથવા બે વર્ગના થઈને હોવા જોઈએ. પ્રાથમિક અને માધ્યમિક ધોરણો અલગ અલગ રહેશે.
  • આ શૈક્ષણિક વિસ્તરણ સેવા ફકત ગુજરાતી માધ્યમ ૫ થી ૮ અને ૯થી દસ ધોરણના મુખ્ય ત્રણ વિષય માટે જ રહેશે.
  • વિદ્યાર્થીઓ ઓનલાઇન વર્ગના ડાઉટ્સ રવિવારના વર્ગમાં પ્રત્યક્ષ શિક્ષણમાં પૂછી શકશે. ૫.ઓનલાઇન કે ઓફ્લાઈન ક્લાસમાં જોડાનાર અમારી એપ પર મૂકેલ પ્રેક્ટિસ પેપર તથા અન્ય ઇ – મટીરીયલ નો ઉપયોગ કરી શકશે તેમજ અમારી વિવિધ પ્રવૃત્તિમાં જેવી કે વકતૃત્વ, નિબંધ લેખન, ક્વિઝ, ચર્ચા , સેમિનાર, સંસ્કૃત સંવાદ શાળા , વિજ્ઞાન ક્લબ વગેરે. આ માટે દર માસે આઇ. ડી પાસવર્ડ શિક્ષણ ફી ભરીને મેળવવાનો રહેશે.
  • આપ કયા પ્રકારની સેવા મેળવવા માંગો છો તે ટેલીફોનીક સંપર્ક દ્વારા અથવા ફોર્મ ભરી સબમિટ કરી શકો છો જેના થકી અમે આપનો સંપર્ક કરી શકીએ .
  • અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક શિક્ષણના ચાર મુખ્ય વિષય અને માધ્યમિકમાં ફકત ગણિત તેમજ વિજ્ઞાન વિષય ભણાવવામાં આવશે. ધોરણ – ૧૧ ,૧૨ સાયન્સ બંને માધ્યમના વર્ગ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી શરુ કરવામાં આવશે.
WhatsApp chat